ગઢડા તાલુકાના ભીમડાદ ગામે અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન

ગઢડા, તા 31/05/2020 અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન ગઢડા તાલુકાના ભીમડાદ ગામે કરવામાં આવ્યું હતુ . તેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી વીર માંધાતા સંગઠન ભાવનગર અધ્યક્ષ રાજુભાઈ સોલંકી બોટાદ જિલ્લા પ્રમુખ ભાજપ સુરેશભાઈ ગોધાણી, કોળી સમાજ અગ્રણી કાંતિભાઈ ચૌહાણ, સિહોર અને અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત )સંગઠન ની બોટાદ જિલ્લા ની પૂરી ટીમે હાજરી આપી અને ઘણા બધા મહેમાનોએ આમંત્રણને માન આપીને આ બ્લડ કેમ્પમાં રક્તદાન મા પણ ભાગ લીધો હતો.   રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ Post Views: 232